પૂર્ણિમા તિથિ સાથે જ આજથી શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ ગયો છે સોળ દિવસ માટે આપણા પિતૃ ઘરમાં વિરાજમાન થશે. પોતાના વંશનુ કલ્યાણ કરશે. ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રદાન કરશે. જેમની કૃંડળીમાં પિતૃ દોષ હોય તેમને જરૂર અર્પણ-તર્પણ કરવુ જોઈએ. આમ તો આ બધા માટે અનિવાર્ય છે કે તેઓ શ્રાદ્ધ કરે. શ્રાદ્ધ કરવાથી આપણા પિતૃ તૃપ્ત થાય છે. જે લોકોનુ મૃત્યુ પૂર્ણિમાના દિવસે થયુ છે તેઓ સવારે તર્પણ કરે અને મધ્યાન્હના રોજ ભોજન કાઢીને પોતાના પિતરોને યાદ કરે.