રાજકોટ:સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ગણાતો ભાદર ડેમ આજે 4 વર્ષ પછી ઓવરફ્લો થયો છે જેને લઈને સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ ભાદર ડેમના 2 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યાં છે જેને લઈને નિચાણવાળા વિસ્તારને એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ 17 જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે અને નદીના પટમાં ન જવા માટે તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે ભાદર ડેમ રાજકોટ, જેતપુર સહિતનાં 18 લાખ લોકોને પીવાનું પાણી પુરૂ પાડે છે આ સાથે જ અંદાજીત 20 હજાર હેક્ટર જમીનને પિયત માટે પાણી આપવામાં આવે છે