ભરૂચઃભરૂચમાં બીએસએનએલની કચેરીમાં લગાવેલા ટાવર પર આજે વીજળી પડતા દોડધામ મચી ગઇ હતી ભરૂચમાં આજે સવારથી જ વરસાદી મહોલના કારણે કડાકા ભડાકા સાથે વીજળી થઇ રહી હતી આ દરમિયાન બપોરે એક વાગ્યાના અરસામાં બીએસએનએલ કચેરીના ટાવર પર વીજળી પડતા કચરીમાં કામ કરતા કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા અનેરોડ પરથી પસાર થતા લોકોમાં પણ દોડધામ મચી ગઇ હતી