રાજકોટઃ દેશભરમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે બાપુના સિદ્ધાંતોનો પ્રચાર પ્રસાર કરવાના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોને સફળ બનાવવા માટે જાણીતી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા આશિતભાઇ મોદીએ નિર્ધાર કરી નવી પેઢીમાં ગાંધીજી શું હતા? તેના સિધ્ધાંતો કેવા હતા? વગેરે બાબતો તારક મહેતાની યુવા ટીમ એવી ટપુસેનાના માધ્યમથી કરવા ગઇકાલે રાજકોટનાં મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે શુટિંગ કરવામાં આવ્યું હતું તેમજ કબા ગાંધીના ડેલાની પણ મુલાકાત લીધી હતી આ સમયે ટીમને જોવા માટે ચાહકો ઉમટી પડ્યા હતા અને ચાલુ વરસાદમાં ટપુસેના, ચંપકચાચા અને આત્મારામ ભીડેએ કબાના ગાંધીના ડેલાની મુલાકાતે આવ્યા હતા