રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 150મી જયંતી છે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર જઈને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી બાદમાં તે વિજયઘાટ પહોંચ્યા અને પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની જયંતી પર તેમને પણ શત શત નમન કર્યા હતા આ સમયે તેમની સાથે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયા પણ સાથે હતા જેમણે પીએમ મોદી સાથે પુષ્પાંજલિ અર્પણ કરી હતી