શિવસેનાના 52 વર્ષના ઈતિહાસમાં ગુરૂવારનો દિવસ એક ખાસ રહ્યો પાર્ટી પ્રમુખના પુત્ર ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્યએ મુંબઈની વર્લી સીટમાંથી નામાંકન દાખલ કર્યું હતું આદિત્ય ચૂંટણી લડનાર ઠાકરે પરિવારના પ્રથમ સભ્ય બન્યા છે નામાંકન પહેલા જ આદિત્યએ માતોશ્રી(ઠાકરે પરિવારનું રહેઠાણ)થી નામાંકન સ્થળ સુધી રોડ શો કર્યો આદિત્યએ ગુરુવારે સવારે મુમ્યમંત્રી દેવન્દ્ર ફડણવીસ પાસેથી ફોન કરીને આર્શીવાદ લીધા હતા આદિત્યે કહ્યું લોકોનો પ્રેમ જોઈને ખૂબ જ ખુશી થઈ રહી છે લોકો અમારી સૌથી મોટી તાકાત છે લોકો જે જવાબદારી આપશે, તેને નિભાવીશ