રાજકોટ:શહેરના વાણિયાવાડી વિસ્તારમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં મહિલાના ઓપરેશનમાં થયેલી ક્ષતિની ફરિયાદનાં આધારે આરોગ્ય વિભાગે દરોડા પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આજે મહિલાઓને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી જે દરમિયાન હોબાળો પણ થયો હતો ક્યા મશીનથી ઓપરેશન કરવામાં આવ્યું તે તમામ બાબતે તપાસ કરવામાં આવી હતીજો કે ડોક્ટર દ્વારા સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો