કોંગ્રેસે રાફેલની શસ્ત્રપૂજાને તમાશો ગણાવ્યો,કોંગ્રેસ પૂજાનો વિરોધ કેમ કરે છે?: શાહ

DivyaBhaskar 2019-10-10

Views 1

કોંગ્રેસે રાફેલ ખરીદી માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનો ફ્રાંસ પ્રવાસ તેમજ ત્યાં કરેલી શસ્ત્રપૂજાને તમાશો ગણાવ્યા બાદ આ મુદ્દે ભાજપે વળતો પ્રહાર કર્યો છેભાજપ અધ્યક્ષ અમિત શાહે મહારાષ્ટ્ર પછી બુધવારે કૈથલમાં ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસ કહે કે તેઓ કલમ 370 હટાવી તેનો વિરોધ કરે છે કે તરફેણ? ‘અબ કી બાર, 75 પાર’નો હું નારો આપું છું સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ફ્રાંસમાં કાલે રાફેલનું શસ્ત્ર પૂજન કર્યું કોંગ્રેસને તે પસંદ ના પડ્યું શું વિજયાદશમીએ શસ્ત્ર પૂજન નથી કરાતું? મને ખબર નથી પડતી કે, કોંગ્રેસ શસ્ત્ર પૂજાનો વિરોધ કેમ કરે છે? હું દેશના વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રીને શુભેચ્છા આપું છું કે, તેમણે રાફેલને આપણી વાયુસેનામાં સામેલ કરીને, દેશની સુરક્ષા મજબૂત કરી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS