ડાન્સ સ્ટાઈલથી ચર્ચામાં આવ્યો મદુરાઈનો ગાઈડ, ક્યારેય નાચે તો ક્યારેક એક્ટિંગ કરે

DivyaBhaskar 2019-10-10

Views 20

નિતી આયોગના સીઈઓ અમિતાભ કાન્ત સહીત અનેક ઉચ્ચ અધિકારીઓએ શેર કરેલા વીડિયોમાં જોવા મળેલો ટૂરિસ્ટ ગાઈડ રાતોરાત જ તેની અદાઓના કારણે ચર્ચામાં આવી ગયો છે વીડિયોમાં મદુરાઈનો મશહૂર ગાઈડ પ્રભૂ નાગેન્દ્ર ખૂબ જ આકર્ષક રીતે ક્લાસિકલ ડાન્સના મૂવ્સ રજૂ કરવાની સાથે જ તેનું રસપ્રદ વર્ણન પણ કરતો જોવા મળે છે સૌથી મજેદાર વાત એછે કે પ્રભૂ પ્રવાસીઓને વધુ રસ પડે તે માટે ખૂબ જ રસાળ શૈલીમાં ભારતીય સંસ્કૃતીની પણ વાતો કહે છે

સોશિયલ મીડિયામાં છવાયા બાદ દુનિયા સામે આવેલા આ ગાઈડે જણાવ્યું હતું કે, આ વ્યવસાયમાં આવ્યા પહેલાં તે શિક્ષક હતા પોતાની શિક્ષક તરીકેની કરિયરમાં પણ તેઓ બાળકોને ભણાવવા માટે પણ આ રીતે જ પ્રેક્ટિકલનો સહારો લેતા હતા હવે ગાઈડ તરીકે પણ તેઓ પોતાની વાત અને ભારતના ભવ્ય વારસાનો ઇતિહાસ વિદેશીઓને આવી રીતે જ સમજાવે છે તેઓ સ્પષ્ટપણે માને છે કે કોઈ પણ વાત સમજાવવા માટે સામેની વ્યક્તિ સાથે દિલથી જોડાવું બહુ જ જરૂરી છે અને દિલથી જોડાવા માટે જ તેઓ ક્યારેક શાસ્ત્રીય ડાન્સ અને ક્યારેક અભિનયનો સહારો લે છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS