હાલોલઃવડોદરા-હાલોલ રોડ પર આવેલા આનંદપુરા પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર 7 શ્રમજીવી મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા જેથી તેઓને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા જ્યાં ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે