સેવાલિયા: 458 કિમી લાંબી નર્મદા મુખ્ય કેનાલ દુનિયાની સૌથી લાંબી પાકી ઇરિગેશન કેનાલ છે નર્મદા મુખ્ય કેનાલમાં 142 કિમી અંતરે મહી નદી પર દુનિયાનું સૌથી મોટું એક્વેડક્ટ છે એક્વેડક્ટ એટલે નદીની ઉપરથી કેનાલને પસાર કરવાનું સ્ટ્રકચર આ ડિઝાઇન એન્જિનિયરિંગ માર્વેલ ગણાય છે તેમાં 387 લાખ ક્યુબિક મીટર કોંક્રિટ વપરાયું છે જ્યારે બુર્જ ખલિફામાં 330 લાખ ક્યુબિક મીટર કોંક્રિટ વપરાયું છે એક્વેડક્ટ ડિઝાઇનને નેશનલ બ્રિજ એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો આ ડ્રોન તસવીર ખેડાના ગળતેશ્વર તાલુકાના પીપળીયા સીમમાંથી લેવાઇ હતી