પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની તેની ભાવનાઓ કાબૂમાં રાખવા માટે જાણીતો છે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તે આક્રોશિત નથી થતો તેના કારણે તેને મિસ્ટર કૂલ પણ કહેવામાં આવે છે બુધાવારે એક કાર્યક્રમ તેણે કહ્યું કે તે પણ એક માણસ છે તેનામા પણ અન્ય લોકોની જેમજ ભાવનાઓ ઝડપથી આવે છે પરંતુ તે તેને નિયંત્રિત કરે છે ધોનીએ કહ્યું કે ભાવનાઓ તે લગભગ અન્ય લોકો કરતા સારી રીતે કાબૂ કરી શકે છે