રક્ષામંત્રી રાજનાથસિંહે રાફેલની શસ્ત્ર પૂજા પર કરેલી નિવેદનબાજીઓ અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે રાજનાથ સિંહે હવે કહ્યું છે કે શસ્ત્ર પૂજામાં ઓમ નહોતું લખવાનું તો તેની જગ્યાએ શું લખવાનું હતું
હરિયાણાના ભિવાનીમાં રેલીને સંબોધતા રાજનાથસિંહે કહ્યું કે,‘વિજયાદશમી પર શસ્ત્ર પૂજાની પરંપરા છે, જ્યારે મેં રાફેલ પર ઓમ લખ્યું તો લોકો પુછવા લાગ્યા કે તમે ઓમ શા માટે લખ્યું હું રાહુલજીને પુછવા માંગીશ કે શસ્ત્ર પૂજામાં ઓમ ન લખું તો બીજું શું લખું?’