ડીસા:સમગ્ર રાજ્યમાં વધતા જતા એસ ટી બસોના અકસ્માત અને મુસાફરોની સલામતી જળવાય તેના માટે એસ ટી વિભાગ દ્વારા ડીસામાં એક મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેમાં જુદાજુદા વિભાગના ડેપોમાં નોકરી કરતા તમામ બસના ડ્રાઈવરનું બ્રિથ એનલાઈઝર મશીન દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું આ મશીન દ્વારા ડ્રાઇવર નશામુક્ત છે કે નહીં તેની ખાતરી કરવામાં આવી હતી ડીસા ખાતે 52 જેટલી બસોનાં 100થી વધુ ડ્રાઇવર અને કંડક્ટરની તપાસ હાથ ધરવામાં આવી હતી