સુરતઃ પ્રેમી સાથે લગ્ન કરવા માટે છૂટાછેડા આપવાનો ઇન્કાર કરનાર પતિનું કાસળ કાઢી નાખવા માટે પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને કોસમ- કંતારા ગામ વચ્ચે આવેલા તળાવમાં ડૂબાડી હત્યા કરવાનો કારસો રચ્યો હતો જોકે, પતિએ પ્રેમીને પણ પકડી રાખતા બંનેના મોત તળાવમાં ડૂબી જવાથી થયાનો બનાવ જહાંગીરપુરા પોલીસમાં નોંધાયો છે