મૈસુરનો ડી કૃષ્ણા કુમાર તેના બજાજ ચેતક સ્કૂટર પર 48, 100 કિલોમીટરનું અંતર કાપી તેની 70 વર્ષીય માતાને તીર્થ યાત્રા પર લઇને નિકળ્યો છે જેની સ્ટોરી વાંચી બિઝનેસમેન આનંદ મહિન્દ્રા પણ આ વ્યક્તિના ફેન થઈ ગયા છે અને તેને એક કાર ગિફ્ટ કરવા માગે છે મૈસુરમાં એકલી રહેતી કૃષ્ણાનીમાતા ક્યારેય પોતાના ગામથી બહાર નહોતી નીકળી ત્યારે જોબ છોડી માતાને ભારત દર્શન કરાવવાનો નિર્ણય કૃષ્ણાએ કર્યો અને તેના સ્વર્ગસ્થ પિતાના બજાજ સ્કૂટર પર માતાને લઇને નીકળી પડ્યો અત્યાર સુધીમાં તેમણે ભારતના અનેક તીર્થ સ્થાનો ફરી લીધા છે અને ખાસ વાત એ છે કે તેઓ હોટલમાં રહેવાને બદલે મઠમાં રહે છે