ઉર્વી બ્રહ્મભટ્ટ, અમદાવાદઃdivyabhaskarcomએ ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રીઓની અનોખી મુલાકાત શ્રેણી ‘હું, તમે ને સેલિબ્રિટી’ નામનો શો શરૂ કર્યો છે, જેના સાતમા એપિસોડમાં ગુજરાતી ફિલ્મ ‘બજાબા’ ફૅમ ધરા ભટ્ટ સાથે ખાસ મુલાકાત કરી હતી બાળલગ્ન તથા એજ્યુકેશન પર આધારિત ‘બજાબા’ને અલગ-અલગ સાત ઈન્ટરનેશનલ એવોર્ડ મળ્યાં છે ધરા ભટ્ટની આ પહેલી જ ગુજરાતી ફિલ્મ હતી અને તેમાં તેમણે શિક્ષક આદિત્યાનો રોલ પ્લે કર્યો હતો ધરા છેલ્લાં સાત વર્ષથી થિયેટર સાથે જોડાયેલી છે ધરા મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે ધરાએ વાતચીતમાં ગુજરાતી સિનેમા તથા કાસ્ટિંગ કાઉચ પર પણ વાત કરી હતી