ભગવાન રામનું શહેર અયોધ્યા દીપોત્સવના મુખ્ય કાર્યક્રમ માટે સજી-ધજીને તૈયાર થઈ ગયું છે રામ વનવાસથી પરત આવ્યાની ખુશીમાં શહેરમાં 14 જગ્યાએ દીપ પ્રાગટ્ય કરવામાં આવશે રામ મંદિરની જગ્યા છે ત્યાં 4 લાખ દીપ પ્રગટાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે બાકીના દીવડા શહેરના અન્ય ભાગમાં પ્રગટાવવામાં આવશે દીપોત્સવ 23 ઓક્ટોબરથી ચાલી રહ્યો છે શનિવારે કાર્યક્રમનો અંતિમ દિવસ છે