મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ પર ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વાર ફડણવીસને ધારાસભ્ય પક્ષના નેતા જાહેર કર્યા છે બુધવારે મહારાષ્ટ્ર વિધાન ભવનમાં BJPના ધારાસભ્ય પક્ષની બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાન્ત પાટિલ અને વરિષ્ઠ નેતા સુધીર મુનગન્ટીવારે દેવેન્દ્ર ફડણવીસને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને સર્વમતથી પસાર કરાયો છે