રાજસ્થાનના જેસલમેરમાં શુક્રવારે સવારે જ વાતાવરણમાં પલટો આવતાં જ માવઠાની અસર જોવા મળી હતી અનેક વિસ્તારોમાં મોટા મોટા બરફના કરા પડતાં જ ખેતરો સફેદ ચાદરમાં ફેરવાઈ ગયા હતા રામગઢ અને તેની આસપાસના સ્થળોએ તો મીઠાના ગાંગડા જેવા બરફના કરા પડતાં જ ખેતરોમાં ઉભેલા પાકનો નુકસાન થયું હતું કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં પણ નિરાશા ફેલાઈ ગઈ હતી ચોમાસાએ વિદાય લીધા બાદ પણ માવઠું આવતાં જ ક્યાંક વરસાદ, ક્યાંક ઠંડી તો ક્યાંક ગરમી જોવા મળી રહી છે