રાજકોટમાં પોલીસ કમિશનર કચેરીએ હેલ્મેટ ન પહેરનાર પોલીસ કર્મીને દંડ ફટકાર્યો

DivyaBhaskar 2019-11-01

Views 580

રાજકોટ: ગુજરાતભરમાં આજે ટ્રાફિકના નિયમોનું અમલીકરણ કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પોલીસ દ્વારા નિયમોનો ભંગ કરનાર લોકો પાસેથઈ દંડ વસુલવામાં આવી રહ્યો છે રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં આવનાર જે પોલીસ કર્મચારીઓએ હેલ્મેટ નહોતું પહેર્યું તેની પાસે દંડ વસુલવામાં આવ્યો હતો પોલીસ કમિશનર કચેરી, સરકારી કચેરીઓ અને મહાનગરપાલિકામાં આવતા જે અરજદારોએ નિયમનો ભંગ કર્યો હતો તેની પાસેથી પોલીસે દંડ વસુલ્યો હતો તેમજ રાજકોટમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવી નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો પાસેથી દંડ વસુલવામાં આવી રહ્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS