રાજકોટઃ'મહા' વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસતા મગફળી સહિતના ખેતી પાકોને નુકસાન થયું છે જેને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે, ત્યારે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પાંચવડા ગામના સરપંચનો વીડિયો વાઇરલ થયો છે જેમાં સરપંચ લાલજીભાઇ ખેતરમાં તૈયાર થયેલા મગફળીના પથારા વચ્ચે વરસાદમાં પલળી રહ્યા છે ગામના ખેડૂતોની મગફળી પલળી જતા સરપંચ દુઃખી જોવા મળી રહ્યા છે જસદણ તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદને લીધે મગફળીના પાકને ભારે નુકશાન થયું છે