દ્વારકા: સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ સાથે મહા વાવાઝોડુ ત્રાટકવાની હવામાન વિભાગે આગાહી દર્શાવી છે ત્યારે સૌરાષ્ટ્ર સહિત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા2થી 7 દરમિયાન વાવઝોડુ ત્રાટકે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે સમુદ્રમાં રહેલ તમામ બોટોને તાત્કાલીક નજીકના બંદરે પરત ફરવા મત્સ્ય વિભાગ દ્વારા સુચના અપાઇ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના 10 બંદરો પરથી 3012 બોટો પૈકીની 2900 બોટો દરિયામાં હતી જે પૈકીની વાવાઝોડાની આગાહીને લીધે 250 જેટલી બોટો બંદરે પરત ફરી છે ત્યારે 2700 જેટલી બોટો હજુ દરિયામાં છે, આ તમામ બોટને આજે સાંજ સુધીમાં બંદર પર પરત ફરવાની કડક સુચના આપવામાં આવી છે