લંડન:લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેર પર મેયર સાદિક ખાનને એક શાંતિપૂર્ણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો દિવાળી પ્રસંગે 3 નવેમ્બરના એક કાર્યક્રમમાં દિવાળીની શુભેચ્છા આપવા માટે આવેલા સાદિક ખાન સામે ભારતીય સમુદાયના લોકોએ ટર્ન યોર બેક કરીને વિરોધ નોંધાવ્યો હતો કાશ્મીર મુદ્દે નિર્ણય બાદ લંડનમાં ફાટી નિકળેલા પાક સમર્થિત પ્રદર્શનોને રોકવાના કોઇ પ્રયાસો ન કર્યા હોવાના કારણે આ વિરોધ કરવામાં આવ્યો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું