મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાને આશરે બે સપ્તાહનો સમય પસાર થઈ ગયો છે તેમ છતાં ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રી પદને લઈ ગતિરોધ જારી છે દરમિયાન મુંબઈમાં શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાન માતોશ્રી બહાર શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેનું એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જેમાં મારા ધારાસભ્ય, મારા મુખ્યમંત્રી લખાયેલું વાંચવા મળે છે આ પોસ્ટર શિવસેનાના કોર્પોરેટર હાજી હલીમ ખાન દ્વારા લગાવવામાં આવ્યું હોવાનું કહેવામાં આવે છે