સુરતઃ પાંડેસરામાં ધોરણ-12ની પરીક્ષાના માનસિક તણાવમાં એક યુવાન વિદ્યાર્થીએ શાકભાજીના ચપ્પુથી ગળું કાપી આપઘાતનો પ્રયાસ કરતા પરિવાર દોડતું થઈ ગયું હતું જોકે, ઘટનાની જાણ બાદ 108ની ટીમ 12 કિલોમીટરનું અંતર 13 47 મિનિટમાં કાપી ઓન રોડ સારવાર સાથે દર્દીને સમયસર સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવતા 12 સેન્ટીમીટર લાંબો અને ઊંડા ઘા પર ઈએનટી સર્જનોઓએ તાત્કાલિક શસ્ત્રકિયા હાથ ધરી હતી દર્દીને સિવિલ લઈ આવતી વેળાએ 108 પાંડેસરા ના ઈએમટી ચાલુ એમ્બ્યુલન્સે ટેલિફોનિક સિવિલનો સંપર્ક કરી દર્દીના ઘા ની ગંભીરતા બાબતે જણાવી દીધું હતું