અમદાવાદ: કહેવાય છે કે, ભય બિના પ્રિત નહીં આવુ જ કંઇક સાબિત થઇ રહ્યુ છે ગુજરાતના તમામ મોટા શહેરોમાં હવે લોકો રીતસર ટ્રાફિક નિયમનું પાલન કરતા જોવા મળી રહ્યાં છેઅમદાવાદ જેવા મોટા શહેરમાં લોકો અવારનવાર નિયમ ભંગ કરતા હોય છે પરંતુ સરકાર દ્વારા જ્યારથી આકરો દંડ વસૂલવાનું શરૂ કર્યું છે ત્યારથી દિવસ તો શું રાતના 12 વાગ્યા પછી પણ શહેરજનો ટ્રાફિક સિગ્નલ પર રીતસર ટ્રાફિકના નિયમનુ પાલન કરી રહ્યા છે મોડીરાત્રે પણ મોટા ચાર રસ્તા પર કોઇ પોલીસકર્મી હોય કે ન હોય તમામ વાહનો લાલ સિગ્નલ થતા રીતસર ઉભા રહી જાય છે દિવ્યભાસ્કર દ્વારા તપાસ કરાતા અમદાવાદના મોટા ચાર રસ્તા અને અંતરીયાળ રોડ પર સિગ્નલ પર આ રીતે અડધી રાતે પણ ટ્રાફિક નિયમનું પાલન થતું હોવાનુ દેખાઇ રહ્યું છે