વડોદરા: પહેલી નવેમ્બરથી અમલી બનેલા ટ્રાફિકના નવા નિયમો સામે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જનતા મેમો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે વડોદરા શહેરના પરશુરામ ભઠ્ઠા પાસે કોંગ્રેસની ટીમ પહોંચી હતી અને ગંદકી પડેલા ઢગલાના ફોટા પાડીને વડોદરા મહાનગરપાલિકાને પહોંચાડ્યા હતા
લોકો પાસેથી સમસ્યાઓની માહિતી મંગાવવામાં આવી રહી છે
કમરતોડ દંડ સાથે આવના ટ્રાફિકના નવા નિયમો સામે કોંગ્રેસ દ્વારા જનતા મેમો કાર્યક્રમની શરૂઆત કરી છે અને વડોદરા શહેરના લોકો પાસેથી તેમના વિસ્તારની સમસ્યાઓ મંગાવવામાં આવી રહી છે કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલા આ કાર્યક્રમને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો હોવાનો કોંગ્રેસ અગ્રણીઓએ દાવો કર્યો છે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રોજેરોજ ગંદકીદના ફોટા, દુષિત પાણી, રસ્તા ઉપર પડેલા ખાડા જેવી વિવિધ પ્રકારની પ્રાથમિક સમસ્યાઓની તસવીરો મળી રહી હોનાનું કોંગ્રેસ અગ્રણીઓએ જણાવ્યું હતું
કોંગ્રેસે સૂત્રોચ્ચારો કરીને પાલિકાને જગાડવાનો પ્રયાસ કર્યો
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલા જનતા મમો કાર્યક્રમ અંતર્ગત પરશુરામ ભઠ્ઠા વિસ્તારની મુલાકાત લીધી હતી જ્યાં બ્રિજ પાસે ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા ગંદકીના મળી આવેલા ઢગલાના ફોટા પાડીને પાલિકાના સત્તાધિશોને જનતા મેમો તરીકે મોકલવામાં આવ્યા છે આ ઉપરાંત સ્થળ પર સૂત્રોચ્ચાર કરીને પાલિકાને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે
શહેરીજનોને પૂરતા પ્રેશરથી પાણી મળી રહ્યું નથી
કોંગ્રેસના જનતા મેમો કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ) સહિત અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું કે, સ્માર્ટ સિટીની વાતો માત્ર કાગળ પર છે વડોદરા શહેરના વિવિધ વિસ્તારો ગંદકીથી ખદબદી રહ્યા છે રોગચાળાએ માઝા મૂકી દીધી છે શહેરીજનોને પૂરતા પ્રેશરથી પાણી મળી રહ્યું નથી જે વિસ્તારમાં પાણી મળી રહ્યું છે ત્યાં દુષિત પાણી મળી રહ્યું છે શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી ત્યાં નવા ટ્રાફિકના નિયમો લાગુ કરીને શહેરની પ્રજાના ખિસ્સા ખાલી કરવાના કાયદા લાવવામાં આવી રહ્યા છે જેની સામે કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલા જનતા મેમો કાર્યક્રમ દ્વારા લડત આપવામાં આવી રહી છે