આંધ્ર પ્રદેશમાં સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશને રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ શિક્ષણ પહોંચાડવા 'સ્કિલ ઓન વ્હીલ' બસ સેવા શરૂ કરી છે બસમાં 12 કમ્પ્યૂટર લાગેલા છે બસ હાઇટેક સુવિધાઓથી સજ્જ છે આ બસ રાજ્યના 6 જિલ્લામાં ફરશે અને રોજ પાંચ ગામમાં બાળકોને 11 કલાક સુધી ડિજિટલ શિક્ષણ આપશે આ 6 જિલ્લામાં પ્રકાશમ, નેલ્લોર, ચિત્તૂર, અનંતપુર અને કુર્નૂલ સામેલ છે આ પહેલ સફળ રહી તો તેને સમગ્ર રાજ્યમાં લાગુ કરાશે સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધ્યક્ષ મધુસૂદન રેડ્ડીએ કહ્યું- આ યોજના હેઠળ સ્કૂલ સ્ટુડન્ટ્સ, બેરોજગાર યુવાનો અને સેલ્ફ હેલ્ફ ગ્રુપ્સના સભ્યોને શિક્ષણ અપાશે