હવામાન વિભાગે આજે અને આવતીકાલે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે ત્યારે ગઈકાલે રાજકોટ, બાબરા અને ગોંડલ સહિતના કેટલાક વિસ્તારમાં માવઠું થયું હતું વરસાદથી રાજકોટ અને બાબરા માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો અને વેપારીએ ખરીદેલો કપાસ પલળ્યો હતો હવામાન વિભાગની આગાહી મુજબ દિક્ષણ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે