અમદાવાદઃ શહેરના હાથીજણ નજીક આવેલા સ્વામી નિત્યાનંદના યોગીની સર્વાગ્ય પીઠમ નામના આશ્રમમાં બેંગલુરુની એક 22 વર્ષીય યુવતીને ગોંધી રાખવામાં આવી હોવાના આક્ષેપ સાથે આશ્રમમાં મોડી રાત્રે પોલીસને લઈને આવેલા તેના પરિવાર અને આશ્રમ સંચાલકો વચ્ચે અંદર પ્રવેશવાના મામલે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો ચાર કલાક સુધી ચાલેલા આ હાઈવોલ્ટેજ ડ્રામા બાદ કેટલાક લોકોને અંદર પ્રવેશવા દેવાયા હતા જોકે આશ્રમમાંથી યુવતી મળી આવી ન હતી આ મામલે મહિલા અને બાળ આયોગે તપાસના આદેશ આપ્યા છે અને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે