પાર્થિવ દેસાઈ, જયદીપસિંહ પરમાર, બારડોલી: દક્ષિણ ગુજરાતમાં સુરત, બારડોલી સહિતનાં શહેરોમાં ઝોમેટો-સ્વિગીની આડમાં ફૂડ ડિલિવરીમેનો દારૂની ડિલિવરી કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ દિવ્ય ભાસ્કરના સ્ટિંગ ઑપરેશનમાં થયો છે દિવ્ય ભાસ્કરની ટીમે આ જાણકારી મળ્યા પછી ચકાસણી માટે સતત એક મહિના સુધી વિવિધ સ્થળે સ્ટીંગ ઑપરેશન હાથ ધર્યું હતું જ્યાં દારૂબંધી નથી એવા રાજ્યોમાં પણ ન હોય એવી સર્વિસ જ્યાં દાયકાઓથી દારૂબંધી છે એવા ગુજરાતમાં આપવામાં આવી રહી છે