ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવગ્રસ્ત સંબંધોની વચ્ચે ગુરુવારે પાકિસ્તાને એક માનવતાનું કામ કર્યું ગુરુવારે કાંઇ એવું થયું , જેના ચારેબાજુ વખાણ થઇ રહ્યા છે વાસ્તવમાં 150 યાત્રીઓને લઇ જયપુરથી મસ્કત જઈ રહેલું ભારતીય વિમાન પાકિસ્તાની એર સ્પેસમાં ખરાબ હવામાનમાં ફસાઇ ગયું તેના પર આકાશમાંથી વીજળી ત્રાટકતા તે અચાનક 36000 ફૂટની ઊચાઇએથી 34000 ફૂટની ઊંચાઇએ આવી ગયું તેથી પાઇલટે તાકિદે તમામ નજીકના એર કન્ટ્રોલરોને એલર્ટ મેસેજ મોકલી દીધા ભારતીય વિમાનને ખતરામાં જોઇ તુરત જ પાકિસ્તાની એર ટ્રાફિક કન્ટ્રોલર (એટીસી) હરકતમાં આવી ગયું અને તેને દુર્ઘટનામાંથી ઉગારી લીધું એટીસીએ ભારતીય વિમાનને ત્યાં સુધી માર્ગ દેખાડ્યો જ્યાં સુધી તે પાક હવાઇ સીમામાંથી સુરક્ષિત બહાર નીકળી ન ગયું