ભારત અને બાંગ્લાદેશ 22 નવેમ્બરના રોજ ઈડન ગાર્ડન્સ ખાતે પહેલીવાર ડે-નાઈટ ટેસ્ટમાં ભાગ લેશે ક્રિકેટ પંડિતોનું માનવું છે કે પ્રેક્ષકોને પાંચ દિવસની મેચ દરમિયાન સ્ટેડિયમમાં લાવવા માટે ડે-નાઈટ ટેસ્ટ સિવાય અન્ય કોઈ વિકલ્પ રહ્યો નથી ક્રિકેટના ઇતિહાસની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ 27 નવેમ્બર, 2015ના રોજ એડિલેડ ખાતે રમાઈ હતી, કાંગારુંએ તે મેચમાં કિવિઝને 3 વિકેટે હરાવ્યું હતું તે મેચ સહિત અત્યાર સુધીમાં કુલ 11 ડે-નાઈટ મેચ રમાઈ છે અને બધામાં રિઝલ્ટ આવ્યું છે ભારત, બાંગ્લાદેશ, આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન સિવાય ICCના તમામ મેજર મેમ્બર્સે ડે-નાઈટ ટેસ્ટમાં ભાગ લીધો છે ઈડન ખાતેની ટેસ્ટ SG (Sanspareils Greenlands) કંપની દ્વારા તૈયાર થયેલા બોલથી જ રમવામાં આવશે Divyabhaskarcom દ્વારા બોલની ઉત્પાદક કંપની SGના માર્કેટિંગ હેડ સૌરભ અગ્રવાલ સાથે વાત કરીને માહિતી મેળવી હતી અહીં તેમના જ શબ્દોમાં અમે પિન્ક બોલની વિશેષતા રજૂ કરીએ છીએ