દિલ્હીમાં આવેલા સ્ટેડિયમમાં નેહરૂ કપની હોકી ફાઈનલ જોઈ રહેલા દર્શકોને ચાલુ મેચે જ દે ધના ધનનાં દૃશ્યો જોવા મળ્યા હતા હોકીની ફાઈનલમાં પહોંચેલી પંજાબ પોલીસ અને પંજાબ નેશનલ બેંકનીબે ટીમો પહેલા તો શાંતિથી જ મેચ રમી રહી હતી પણ અચાનક જ કોઈ બાબતે વિવાદ થતાં જ બંને પક્ષના ખેલાડીઓ સામસામે આવી ગયા હતા જોતજોતામાં જ મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે ખેલાડીઓ એક બીજા પર હોકી વડે તૂટી પડ્યા હતા આખી ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવતાં જ વાઈરલ થવા લાગ્યો હતો
આ ઘટના બાદ હોકી ઈન્ડિયાના સીઈઓ એલિના નોર્મને કહ્યું હતું કે તેઓ આખી ઘટનાના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે જેવો તેમને રિપોર્ટ મળશે કે તરત જ તેઓ જરૂરી પગલાં ભરશે જો કે, મારામારી બાદ આખો મામલો થાળે પાડીને મેચ શરૂ પણ કરાઈ હતી તંગ માહોલ વચ્ચે પંજાબ નેશનલ બેંકના ખેલાડીઓએ પંજાબ પોલીસને હરાવી હતી