સુરતઃકોઝ વે રોડ પર જાહેરમાં મારામારીના દ્રશ્યો જોવા મળ્યાં હતાં બે વાહનો અથડાતાં તેના ચાલકો જાહેરમાં એકબીજાને મારવા લાગ્યાં હતાં નજીવી બાબતે બાઈક ચાલક અને સ્કૂલ વાન ચાલક વચ્ચે બબાલ સર્જાઈ હતી સ્કૂલ વાન અને બાઈક બન્ને વચ્ચે નજીવો અકસ્માત સર્જાયો હતો જેના પગલે બન્ને રોડ પર જ એકબીજાને મારવા લાગ્યાં હતાં મહત્વની વાત તો એ છે કે, ત્યાં ઘણા લોકો હાજર હોવા છતાં તેઓ લડ્યા અને બાદમાં સમગ્ર મામલો શાંત થઈ ગયો હતો જો કે, આ વીડિયો કોઈએ મોબાઈલના કેમેરામાં કેદ કરી લેતાં સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો