મોરબી:શહેરના સાંમાકાઠા વિસ્તારમાં ફ્લોરા હોમ્સ પાસે ગત રાત્રે મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં આગળ જતી કારના ચાલકે કાર ધીમી પાડતા પાછળથી પૂરપાટ ઝડપે આવતી કાર ધડાકાભેર અથડાઇ રોડની સાઇડમાં જતી રહી હતી અને આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે કાર બેકાબૂ બની બંધ દુકાનોમાં અથડાતા બેથી ત્રણ દુકાનોના નામના બોર્ડ તૂટી પડી નીચે પડ્યા હતા પરંતુ આ અંગે પોલીસમાં કોઇ ફરિયાદ નોંધાઇ નથી આ અકસ્માતમાં કોઇ જાનહાનિ સર્જાઇ નથી