રક્ષા મંત્રી રાજનાથ સિંહે શનિવારે કહ્યું છે કે, પાકિસ્તાન આતંકવાદ દ્વારા પ્રોક્સી વૉરના સહારે ભારત સાથે લડવા માંગે છે પરંતુ તે કદી આ રીતે આપણી સાથે યુદ્ધ નહીં જીતી શકે આજે રક્ષા મંત્રીએ પુણેમાં નેશનલ ડિફેન્સ અકેડમીની 137મી પાસિંગ આઉટ પરેડને સંબોધન કર્યું હતું તેમણે કહ્યું છે કે, પાકિસ્તાન સમગ્ર દુનિયાની સામે આતંકવાદના મામલે ઉઘાડું પડી ગયું છે અને સમગ્ર દુનિયામાં એકલું પડી ગયું છે