અમદાવાદઃ રાજ્યમાં કડક દારૂબંધી હોવાની ગુલબાંગો વચ્ચે આજે શહેરના રાણીપમાં આવેલા મગનપુરામાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ થઈ હતી રેડ કરનારા લોકોએ લારીમાં દેશીદારૂ ભરીને સરઘસ કાઢ્યું હતું ભાજપના નેતા અલ્પેશ ઠાકોરના ઘરની નજીક જ મગનપુરા આવેલું છે અને ત્યાંથી જ મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો છે જેને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા તેમજ આ અંગે પોલીસને જાણ થતાં રાણીપ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો સ્થાનિક મહિલાઓ મુજબ, દારૂ પીવા આવતા લોકો અશ્લિલ હરકતો અને યુવતીઓની છેડતી કરતા હતા તેમજ પોલીસ જ દારૂ પીવા અને હપ્તા લેવા માટે આવે છે