રાજકોટ: દારૂના નશામાં રાજકોટમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસ બાદ પોલીસ એક્શનમાં આવી છે અને શહેરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર ધોંસ બોલાવી છે આજે બીજા દિવસે પણ વહેલી સવારથી પોલીસની અલગ અલગ ટીમો બનાવી પ્રોહિબીશનની મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી શહેરના કુબલિયાપરા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડી દેશી દારૂ અને 1200 લીટર આથાનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ દેશી દારૂ બનાવનાર બે બૂટલેગરની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે