ગાંધીનગરઃ બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાના મુદ્દે ગઇકાલ સવારથી ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા પરીક્ષાર્થીઓને મળવા માટે કોંર્ગેસના યુવા નેતા હાર્દિક પટેલ અને અમિત ચાવડા પહોંચ્યા હતા જોકે આંદોલન કરી રહેલા પરીક્ષાર્થીઓએ હાર્દિક પટેલનો હુરિયો બોલાવ્યો હતો અને "હાર્દિક ગો બેક"ના નારા લગાવ્યા હતા આ કારણે હાર્દિક ઘડીભર અત્યંત શરમજનક સ્થિતિમાં મૂકાઈ ગયો હતો