સુરતઃડીંડોલી વિસ્તારમાં ફરી એકવાર ટ્રક ચાલકે મહિલાને અડફેટે લઈ કચડી નાખતા મોતને ભેટી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે ભરબપોરે થયેલી આ ઘટના બાદ લોકો ભેગા થઈ જતા ટ્રક ચાલક ટ્રક છોડી ભાગી ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવતા તપાસ હાથ ધરાઈ છે સરિતા કલ્સર નામની મહિલા 60 થી 65 વર્ષ ની હોવાનું અને શાકભાજી લેવા ઘરેથી નીકળ્યાં બાદ કાળમુખી ટ્રકનો ભોગ બની હોવાનું જાણવા મળ્યું છે