અમરેલી: બગરસાના કાગદડી ગામે ગત રાત્રે સરપંચની વાડીમાં મુકેલા પાંજરામાં દીપડી ઝડપાઇ હતી તેને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવાઇ છે ત્યારે રાજુલાના આગરીયામાં ખેતમજૂર પાછળ દીપડો પડતા મજૂરે દોટ મુકી પોતાનો જીવ બચાવ્યો હતો મજૂરે જણાવ્યું હતું કે, અમે કપાસ વીણવા જતા હતા ત્યારે સામેથી દીપડો આવતા અમે ભાગ્યા હતા અને મારી પાછળ દોટ મુકી હતી મેં જેમ તેમ કરીને જીવ બચાવ્યો છે