જૂનાગઢઃ વંથલી તાલુકાના બરવાળા ગામે ભરડીયામાં ત્રોટા ફોડતી વેળા ઝેરી ગેસ છૂટયો હતો આ ઝેરી ગેસની અસર થતા તમામને સારવાર અર્થે જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ ઘટનાથી નાના એવા બરવાળા ગામમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે આ અંગે બરવાળા ગામના માજી સરપંચ અરવિંદભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, બરવાળા ગામે એક ભરડીયો આવેલો છે આ ભરડીયાની ખાણમાં બોર કરી ત્રોટા ફોડવામાં આવ્યા હતા જોકે, ત્રોટા ફૂટયા બાદ ઝેરી ગેસ વછૂટ્યો હતો