જામનગર: જામનગર દિવ્યભાસ્કરના બ્યુરો ચીફ સમીરભાઇ અશોકભાઇ ગડકરી પર ત્રણ અજાણ્યા શખ્સોએ માથાના ભાગે માર મારી ઇજા પહોંચાડી હતી સમીરભાઇને માથાના પાછળના ભાગે બે ટાંકા આવ્યા છે પત્રકાર પર થયેલા હુમલાને લઇને જામનગરના તમામ પત્રકારો એકત્ર થઇ ગયા હતા અને સિટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરૂદ્ધ હુમલાની ફરિયાદ નોંધાવી છે