રાજસ્થાનના જયપુરમાં છેલ્લા બે દિવસથી પોશ વિસ્તારમાં ઘૂસી આવેલા એક દીપડાએ આતંક મચાવ્યો હતો શહેરના વિસ્તારોમાં લાગેલા સીસીટીવીમાં પણ બિંદાસ્ત રીતેફરી રહેલો આ દીપડો કેદ થયો હતો માનવવસાહતમાં દીપડો ધસી આવતાં જ લોકોમાં પણ દહેશતનો માહોલ ફેલાયો હતો ઘટનાની જાણ થતાં જ તેને પકડવા માટે આવેલીવનવિભાગની ટીમે પણ તેને શોધવા માટે શહેરમાં ડ્રોન ઉડાવ્યા હતા તેને કાબૂ કરવાની આ કવાયત પણ કલાકો સુધી ચાલી હતી જેમાં એક વનકર્મી આદમખોર દીપડાનાહુમલાનો ભોગ બનીને ગંભીર રીતે ઘાયલ થયો હતો દીપડાના ડરના કારણે શહેરની શાળા અને કોલેજમાં પણ રજા જાહેર કરવાની ફરજ પડી હતી મળતી માહિતી પ્રમાણેવનવિભાગની ટીમને પણ 18 કલાક કરતાં પણ વધુ કલાકોની જહેમત બાદ તેને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી