રાજકોટ: મોરબી હાઇવે પર અર્પિત કોલેજ પાસે બાઇક ખાનગી બસ સાથે ધડાકાભેર અથડાતા બાઇકનું આગળનું વ્હિલ બસમાં ઘૂસી ગયું હતું આ અકસ્માતમાં બાઇકચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા રોડની બંને બાજુ વાહનોની લાંબી કતાર જોવા મળી હતી પોલીસને જાણ થતા જ દોડી આવી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવી યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો હતો