મમતાએ કાયદા વિરોધી જાહેરાતમાં સરકારી ધનનો દુરુપયોગ કર્યો - રાજ્યપાલ

DivyaBhaskar 2019-12-16

Views 1.4K

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડેએ મુખ્યમંત્રી મમતા બેનર્જીની NCR અને નાગરિકતા કાયદા વિરોધી જાહેરખબરને ગેરબંધારણીય ગણાવી છે ધનખડેએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે મુખ્યમંત્રીએ જાહેરખબર માટે સરકારી ધનનો દુરુપયોગ કર્યો છે તૃણમુલ સરકારે આ જાહેરખબરમાં કહ્યું હતું કે બંગાળમાં NCR અને નાગરિકતા કાયદો અમલી બનાવવામાં નહીં આવે

રાજ્યપાલે કહ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી જનતાના નાણાંનો NCR અને નાગરિકતા કાયદા વિરોધી જાહેરખબર મીડિયાને કેવી રીતે આપી શકે છે? હું શિષ્ટાચારપૂર્વક તેમને (મમતા)ને કહી ચુક્યો છું કે આ જાહેરખબર સંપૂર્ણપણે ગેરબંધારણીય છે મે તેમને આ જાહેરખબર પાછી ખેંચવા માટે વિનંતી કરી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS