પ્રણવ મુખરજીની મોદી સરકારને સલાહ, વિપક્ષ સહિત બધાને સાથે લઈને ચાલો

DivyaBhaskar 2019-12-17

Views 2.6K

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ મોદી સરકારને વિપક્ષ સહિત બધાને સાથે લઈને ચાલવાની સલાહ આપી છે ઈન્ડિયા ફાઉન્ડેશન તરફથી રાખવામાં આવેલા અટલ બિહારી વાજપેયી મેમોરિયલ લેકચરમાં ભાગ લેવા પહોંચેલા પ્રણવ મુખરજીએ કહ્યું, શક્ય છે કે લોકોએ કોઈ પાર્ટીને પ્રચંડ બહુમતી આપી હોય પરંતુ ભારતીય ચૂંટણીના ઈતિહાસમાં એવું ક્યારેય નથી થયું કે જ્યારે મતદારોએ માત્ર એક જ પાર્ટીને સમર્થન આપ્યું હોય પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે, જ્યારે સંસદમાં આપણી પાસે બહુમતી હોય છે ત્યારે આપણને એવું લાગે છે કે, આપણે બધુ કરી શકીએ છીએ પરંતુ આપણે ખોટા હોઈએ છીએ જનતા આ પહેલાં આવા નેતાઓને સજા આપી ચૂકી છે

પ્રણવ મુખરજીએ આગળ કહ્યું છે કે, ચૂંટણીમાં જબરજસ્ત બહુમતી મળવાનો અર્થ થાય છે કે તમે સ્થિર સરકાર બનાવી શકો છો જ્યારે લોકપ્રિય બહુમત ન મળતા તમે બહુસંખ્યકની સરકાર નથી બનાવી શકતા આજ આપણા સંસદીય લોકતંત્રનો સંદેશ અને સુંદરતા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS