હિંમતનગરઃશહેરમાં ટાવર ચોક પાસે આવેલા ક્રિષ્ના બુટ હાઉસમાં બે ઈસમો દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે ક્રિષ્ના બુટ હાઉસમાં અંગત અદાવતના કારણે ફાયરિંગ થયું હોવાની શક્યતા છે મહત્વનું છે કે, આ ઘટનામાં કોઇ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી ઉલ્લેખનીય છે કે, ફાયરિંગ કરનાર શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે બે બાઇકચાલકો ત્રણ રાઉન્ડ ફાયરિંગ ફરાર થઈ ગયા હતા ત્યારે આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે